Firefoxમાંની શોધ Settings પેનલ તમને તમારા શોધ વિકલ્પોને કસ્ટમાઇઝ કરવા દે છે. તમે શોધ એંજીનને ઉમેરી અથવા કા દૂર કરી શકો છો, તમારું મૂળભૂત શોધ એંજિન બદલી શકો છો, સર્ચ બારને ચાલુ અથવા બંધ કરી શકો છો અને શોધ સૂચનોને પહેલા પ્રદર્શિત કરવા કે નહીં તે પસંદ કરી શકો છો.
Table of Contents
શોધ પેનલ ખોલો
- In the Menu bar at the top of the screen, click and then select or , depending on your macOS version.Click the menu button and select .
- ડાબી તકતીમાં પસંદ કરો.
શોધ બાર
- શોધ અને નેવિગેશન માટે સરનામાં બારનો ઉપયોગ કરો: આ ડિફોલ્ટ સેટિંગ છે. તે એકીકૃત શોધ અને સરનામાં બાર પ્રદાન કરે છે.
- ટૂલબારમાં શોધ બાર ઉમેરો: જો તમે કોઈ અલગ સર્ચ બાર પસંદ કરતા હો તો આ સેટિંગને પસંદ કરો.
મૂળભૂત શોધ એન્જિન
મૂળભૂત રૂપે તમે ઇચ્છો છો તે શોધ એન્જિન પસંદ કરવા માટે મૂળભૂત શોધ એન્જિન હેઠળ ડ્રોપ ડાઉન મેનૂનો ઉપયોગ કરો.
નૉૅધ: Firefoxમાં ઉમેરવામાં આવેલા કેટલાક એક્સ્ટેંશન નવા મૂળભૂત શોધ એંજિનને સેટ કરી શકે છે.
તમે એક્સ્ટેંશનને અક્ષમ કરી શકો છો અથવા તેને દૂર કરી શકો છો કે જેનાથી પરિવર્તન થાય છે અથવા જો તમે કોઈ મૂળભૂત પસંદ કરતા હો, તો તમે ડ્રોપ-ડાઉન મેનૂમાંથી બીજું શોધ એંજિન પસંદ કરી શકો છો.
શોધ સૂચનો
જેમ જેમ તમે શોધ બાર અથવા સરનામાં બારમાં લખો છો, તમારું મૂળભૂત શોધ એંજીન તમને લોકપ્રિય શોધ અથવા તમારી પહેલાંની શોધો પર આધારિત સૂચનો બતાવે છે. વધુ માહિતી માટે Firefoxમાં શોધ સૂચનો જુઓ.
- શશોધ સૂચનો પૂરા પાડો: શોધ સૂચનોને ચાલુ અથવા બંધ કરવા માટે આ સેટિંગને પસંદ કરો.
- સરનામાં બાર પરિણામોમાં શોધ સૂચનો બતાવો: જ્યારે શોધ સૂચનો ચાલુ હોય, ત્યારે તમે Firefox સરનામાં બારમાંથી શોધ કરો ત્યારે સૂચિબદ્ધ પરિણામોમાં શોધ સૂચનો શામેલ કરવા માટે આ સેટિંગ પસંદ કરો. તમારા શોધ ઇતિહાસમાંથી બે સૂચનો પણ દેખાઈ શકે છે. આને બૃહદદર્શક કાચનાં ચિહ્નને બદલે ઘડિયાળનાં ચિહ્ન સાથે સૂચવવામાં આવશે.
- સરનામાં બાર પરિણામોમાં બ્રાઉઝિંગ ઇતિહાસની આગળ શોધ સૂચનો બતાવો: તમારા બ્રાઉઝિંગ ઇતિહાસ પહેલાં શોધ સૂચનો બતાવવા માટે આ સેટિંગ પસંદ કરો.
- Show search suggestions in Private Windows: ખાનગી બ્રાઉઝિંગ વિંડોમાં શોધ સૂચનો બતાવવા માટે આ સેટિંગ પસંદ કરો.
એક ક્લિક શોધ એન્જિન્સ
જ્યારે તમે શોધ બાર અથવા સરનામાં બારમાં ટાઇપ કરવાનું પ્રારંભ કરો છો, ત્યારે તમે શોધ કરી શકો તેવા અન્ય સર્ચ એન્જિનો માટેનાં ચિહ્નો જોશો:
જો તમે વર્તમાન મૂળભૂતનો ઉપયોગ ન કરવા માંગતા હો, તો તમે વૈકલ્પિક સર્ચ એન્જિન પસંદ કરી શકો છો અને એક ક્લિકથી તમારી શોધ માટે તેનો ઉપયોગ કરી શકો છો.
વૈકલ્પિક શોધ એન્જિન્સને દૂર કરવા માટે તમે શોધ બાર અથવા સરનામાં બારમાં પ્રદર્શિત થવા માંગતા નથી, એક-ક્લિક શોધ એન્જીન હેઠળ શોધ પેનલમાં સૂચિબદ્ધ શોધ એંજિનની બાજુમાં ચેક માર્કને દૂર કરો. આ શોધ એન્જીન પોતાને દૂર કરશે નહીં.
એક-ક્લિક શોધ વિકલ્પો
જ્યારે તમે સરનામાં બારમાં કોઈ શોધ શબ્દ લખવાનું શરૂ કરો છો, ત્યારે તમારે તેની શોધ કરવા માટે ચિહ્નો જોશો: અન્ય શોધ એંજીન, Firefox એડ-ઓન્સ, બુકમાર્ક્સ, ટેબ અથવા ઇતિહાસ.
જો તમે વર્તમાન મૂળભૂતનો ઉપયોગ ન કરવા માંગતા હો, તો તમે વૈકલ્પિક શોધ પ્રકાર પસંદ કરી શકો છો અને એક ક્લિક સાથે તેનો ઉપયોગ તમારી શોધ માટે કરી શકો છો.
વૈકલ્પિક શોધ એંજીન્સને દૂર કરવા માટે તમે શોધ બાર અથવા સરનામાં બારમાં પ્રદર્શિત થવા માંગતા નથી, શોધ શોર્ટકટ્સ હેઠળ શોધ પેનલમાં સૂચિબદ્ધ શોધ એંજિનની બાજુમાં ચેક માર્કને દૂર કરો. આ શોધ એન્જીન પોતાને દૂર કરશે નહીં.
શોધ એન્જિન દૂર કરો અથવા ઉમેરો
Firefoxમાંથી કોઈ શોધ એન્જિનને દૂર કરવા માટે, Firefox સાથે આવતા મૂળભૂત શોધ એંજીન્સને પુનર્સ્થાપિત કરો અથવા નવું સર્ચ એન્જિન ઉમેરવા માટે, શોધ પેનલના શોધ શોર્ટકટ્સએક-ક્લિક શોધ એન્જિન્સ વિભાગ પર જાઓ.
શોધ એંજિન દૂર કરો
- તમે જે સર્ચ એન્જિનને પ્રકાશિત કરવા માંગતા નથી તેના પર ક્લિક કરો.
- તેને તમારી સૂચિમાંથી દૂર કરવા માટે, તળિયે
મૂળભૂત શોધ એંજીન્સને પુનઃસ્થાપિત કરો
જો તમે ડિફ મૂળભૂત રૂપે Firefox સાથે આવતા કોઈપણ સર્ચ એંજીનને દૂર કરો છો, તેમને પાછા લાવવા માટે શોધ પેનલના તળિયે
ને ક્લિક કરો.નવું શોધ એન્જિન ઉમેરો
- શોધ પેનલની નીચેની વધુ શોધ યંત્ર શોધો લિંકને ક્લિક કરો.
- Firefox એડ-ઓન્સ પૃષ્ઠ ખુલશે, તે ઉપલબ્ધ શોધ સાધનોની સૂચિ બતાવે છે.
- તમે ઉમેરવા માંગો છો તે સર્ચ એન્જિન પર ક્લિક કરો અને ક્લિક કરો.
શોધ એન્જિન ઉમેરવા અથવા દૂર કરવા વિશે વધુ માહિતી માટે, જુઓ Add or remove a search engine in Firefox.