cookies-gu-IN

Firefox Firefox છેલ્લે સુધારાયેલ: 55% of users voted this helpful

આ દસ્તાવેજ કુકીઓ શું છે, કેવી રીતે તેઓ વપરાય છે, અને તમે તમારા કમ્પ્યૂટરમાં સંગ્રહાયેલ કુકીઓ પર મોઝીલા Firefox માંના કુકી વ્યવસ્થાપકની મદદથી કેવી રીતે નિયંત્રણ મેળવી શકો છો તે સમજાવે છે.

કુકી શું છે?

કુકી એ તમારા કમ્પ્યૂટર પર જાણકારી સંગ્રહિત કરવા માટે ઈન્ટનેટ સાઈટ દ્વારા બનેલી ફાઈલ છે, જેમ કે તે સાઈટની મુલાકાત લેતી વખતે તમારી પસંદગીઓ. જ્યારે તમે સાઈટની મુલાકાત લેઓ કે જે કુકીઓ વાપરે, તો સાઈટ કદાચ Firefox ને એક વધુ કુકીઓ તમારી હાર્ડ ડિસ્ક પર મૂકવા માટે પૂછશે.


પછી, જ્યારે તમે સાઈટ પર પાછા આવો, ત્યારે ફાયરફોક્સ કુકીઓને પાછી મોકલે છે કે જે તમારી સાઈટને અનુલક્ષે છે. આ સાઈટને તમને તમારી જરૂરીયાતો બંધબેસે તે રીતે વૈવિધ્યપૂર્ણ બનાવવા માટે પરવાનગી આપે છે.


કુકીઓ વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી જાણકારી પણ સંગ્રહી શકે છે. વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી જાણકારી એ એવી જાણકારી છે કે જે તમને ઓળખવા અથવા તમારો સંપર્ક કરવા માટે વાપરી શકાય છે, જેમ કે તમારું નામ, ઈ-મેઈલ સરનામું, ઘર અથવા ઓફિસ સરનામું, અથવા ટેલિફોન નંબર. તેમ છતાં પણ, વેબ સાઈટ પાસે તમને પૂરી પાડવા માટે માત્ર વ્યક્તિગત જાણકારીનો વપરાશ હોય છે. ઉદાહરણ તરીકે, વેબ સાઈટ તમારું ઈ-મેઈલ સરનામું નક્કી કરી શકતું નથી જ્યાં સુધી તમે તેને પૂરું પાડો નહિં. અને, વેબ સાઈટ તમારા કમ્પ્યૂટર પરની અન્ય જાણકારીનો વપરાશ પણ મેળવી શકતી નથી.


જ્યારે તમે મૂળભુત કુકી સુયોજનો વાપરો, ત્યારે આ ક્રિયા તમારા માટે અદ્રશ્ય હશે, અને ક્યારે વેબ સાઈટ કુકી સુયોજિત કરે અથવા ક્યારે Firefox વેબ સાઈટને તેના કુકીઓ મોકલે તે તમે જાણી શકશો નહિ. તેમછતાં પણ, તમે તમારા કુકીઓ વિકલ્પોપસંદગીઓ સુયોજિત કરી શકો છો કે જેથી તમે કુકીઓ સુયોજિત કરી શકાય તે પહેલાં પૂછવામાં આવશે.


કુકી નિયમોનું સુયોજન

મૂળભુત રીતે Firefox બધા કુકીઓ સ્વીકારે છે. કુકીઓ શું સંગ્રહે છે તેના તમે જો વધુ નિયંત્રણ મેળવવા માંગો, તો આ સૂચનો અનુસરો:


  1. સાધનો > વિકલ્પોફેરફાર > પસંદગીઓFirefox > પસંદગીઓ પસંદ કરો.
  2. ખાનગીકરણ પેનલ ક્લિક કરો અને કુકીઓ ટેબ પર ક્લિક કરો.
  3. મને દર વખતે પૂછોવિકલ્પપસંદગી ને કુકીઓ રાખી મૂકો કમ્બો બોક્સમાં પસંદ કરો.


આ થઈ જાય પછી, કયા કુકીઓ સંગ્રહાવા જોઈએ અને કયા નહિં તે તમે નક્કી કરી શકો છો.


અન્ય સુયોજનો

ત્યાં અન્ય વિકલ્પોપસંદગીઓ પણ હોય છે કે જે કેવી રીતે કુકીઓ Firefox દ્વારા વ્યવસ્થાપિત થાય છે તેને અસર કરે છે. તેઓ કામ કરવા માટે કુકી નિયમો માટે જરૂરી નથી પરંતુ કોઈપણ રીતે સમજાવાયેલ છે:


કુકીઓ સુયોજિત કરવા માટે સાઈટોને પરવાનગી આપો:

જો તમે કોઈપણ સાઈટને તમારા કમ્પ્યૂટર પર કુકીઓ સંગ્રહવા નહિં માંગો, તો આ વિકલ્પપસંદગી ની ચકાસણી દૂર કરો. નોંધ કરો કે અમુક સાઈટો જ્યારે કુકીઓ નિષ્ક્રિય કરેલ હોય ત્યારે યોગ્ય રીતે કામ આપતી નથી.


માત્ર મૂળ વેબ સાઈટ માટે જ:

જો Firefox સાઈટની કુકી સંગ્રહો, તો તે માત્ર તે ચોક્કસ સાઈટને જ કુકી આપશે. Firefox અન્ય સાઈટ દ્વારા સુયોજિત કરેલ કુકીઓ સાથે એક સાઈટ પૂરી પાડશે નહિં. વેબ સાઈટ માત્ર તેની જ કુકી મેળવી શકતી હોવાના કારણે, તે જ્યારે તમે તે સાઈટ પર હોવ પરંતુ તમારી ક્રિયાઓમાં નહિં હોય તો વેબ શોધખોળ કરતી વખતે તમારી ક્રિયાઓ વિશે શીખી શકે છે.


તેમછતાં પણ, અમુક વખતે વેબ સાઈટ સમાવિષ્ટો બતાવે છે કે જે અન્ય સાઈટ પર સ્થાપિત થયેલ હોય છે. આ સમાવિષ્ટો ઈમેજથી માંડીને લખાણ અથવા જાહેરાત પણ હોઈ શકે. અન્ય વેબ સાઈટ કે જે યજમાન છે તેને પણ કુકીઓ Firefox માં સંગ્રહવાની સક્ષમતા હોય છે, તમે સાઈટની સીધી જ મુલાકાત લીધી નહિં હોય તો પણ.


સાીઈટ અથવા તમે જેની મુલાકાત લઈ રહ્યા છો તેના કરતાં અન્ય દ્વારા સંગ્રહાયેલ કુકીઓ ત્રીજી-વ્યક્તિ કુકીઓ અથવા વિદેશી કુકીઓ દ્વારા બોલાવાય છે. અમુક વાર વેબ સાઈટો ત્રીજી-વ્યક્તિ કુકીઓ પારદર્શક GIF સાથે વાપરે છે, કે જેઓ વિશિષ્ટ ઈમેજો છે કે જે સાઈટના વપરાશકર્તાઓને મદદ કરે છે, ઈમેઈલના પ્રત્યુત્તરોને ટ્રેક કરે છે, કેવી રીતે મુલાકાતીઓ સાઈટ વાપરે છે તેના વિશે શીખો, અથવા તમારા બ્રાઉઝર અનુભવને વૈવિધ્યપૂર્ણ બનાવો. (પારદર્શક GIF એ web beacons અથવા web bugs તરીકે પણ ઓળખાય છે.) જ્યારે આ ચકાસણીબોક્સ પસંદ થાય, ત્યારે તે આ વિદેશી કુકીઓને સંગ્રહવાથી અટકાવે છે.


કુકીઓ સાચવો::

  • જ્યાં સુધી તેમની મર્યાદા પૂરી થાય નહિં: જો આ વિકલ્પપસંદગી પસંદ થાય, તો કુકી જાણકારી દૂર થઈ જશે જ્યારે તે તેની સમયસમાપ્તિ મર્યાદા તારીખ ઓળંગી જાય.
  • જ્યાં સુધી હું Firefox બંધ નહિં કરું: જો આ વિકલ્પપસંદગી પસંદ થાય, તો કુકી જાણકારી દૂર થઈ જશે જ્યારે તમે Firefox પુનઃશરૂ કરો. કુકીઓનો વપરાશની માંગ કરતી વેબ સાઈટો હજુ પણ કામ કરશે, પરંતુ જો તમે Firefox પુનઃશરૂ કરો, તો વેબ સાઈટ વિચારશે કે તમે સાઈટમાં પ્રથમ વાર પ્રવેશ મેળવ્યો છે.
  • મને દર વખતે પૂછો: જ્યારે વેબ સાઈટ કુકીઓ સંગ્રહવાનો પ્રયત્ન કરે ત્યારે દર વખતે ચેતવણી પ્રદર્શિત કરો તમને પૂછવા માટે કે શું તમે કુકીઓ સંગ્રહવા માંગો છો.

કુકીઓનો સ્વીકાર અને અસ્વીકાર

એવું ધારી રહ્યા છીએ કે તમે ઉપર સમજાવેલ કુકી નિયમો સક્રિય કર્યા છે, તમે જ્યારે પણ સાઈટ કુકી તમારા કમ્પ્યૂટર પર સંગ્રહવાનો પ્રયત્ન કરશે ત્યારે સંદેશો જોશો:



કુકીને માન્યતા આપી રહ્યા છીએ: આ ચોક્કસ કુકીને પરવાનગી આપવા માટે, ખાલી પરવાનગી આપો ક્લિક કરો. જો તમે સાઈટ પર વિશ્વાસ કરો અને આ સંવાદને દર વખતે જ્યારે કુકી સંગ્રહવા માંગે ત્યારે જોવા નહિં માંગો, તો આ સાઈટમાંથી બધા કુકીઓ માટે મારી પસંદગી વાપરો ચકાસણીબોક્સ પસંદ કરો અને પછી પરવાનગી આપો ક્લિક કરો. Firefox આને યાદ રાખશે અને આ સાઈટ માટે કુકીઓ માટે ક્યારેય પાછું પૂછશે નહિં. જો તમે પાછળથી તમારી પસંદગી બદલવા માંગો, તો કુકી વ્યવસ્થાપક વિશે વાંચો.

કુકી અટકાવી રહ્યા છીએ: જો તમે આ કુકીને સંગ્રહાય તેમ નહિં રાખવા માંગો, તો અસ્વીકારો ક્લિક કરો. જો તમને સાઈટ પર વિશ્વાસ નહિં હોય અથવા શંકા હોય કે તે તમારું ખાનગીપણું નબળું કરી રહ્યું હોય, તો આ સાઈટમાંથી બધા કુકીઓ માટે મારી પસંદગી વાપરો ચકાસણીબોક્સ પસંદ કરો અને પછી અટકાવો ક્લિક કરો. Firefox પછી આ સાઈટને અટકાવવા માટેની સાઈટોની યાદીમાં મૂકશે અને તેના માટે ક્યારેય કુકીઓ સંગ્રહશે નહિં. આ પસંદગી કુકી વ્યવસ્થાપકની મદદથી રદ કરી શકાશે.

કુકીઓની વ્યવસ્થા

કુકીઓ જોવા અને દૂર કરવા માટે કુકી વ્યવસ્થાપક વાપરો અને સાઈટ પ્રતિ કુકી વિકલ્પોપસંદગીઓ ની વ્યવસ્થા કરો. તે વિકલ્પપસંદગી ની ખાનગીકરણ પેનલમાંની કુકીઓ ટેબ મારફતે સુલભ હોય છે.


કુકી વ્યવસ્થાપક


કુકી વ્યવસ્થાપક સંવાદ વર્તમાનમાં તમારા કમ્પ્યૂટર પર સંગ્રહિત બધી કુકીઓની યાદી આપે છે, સાઈટ દ્વારા જૂથ પાડીને. તમે સાઈટોને વિસ્તારી શકો છો અને કુકી પસંદ કરી શકો છો તેના વિશે વધુ જાણકારી પ્રદર્શિત કરવા માટે. તમે સાઈટ માટે પણ શોધી શકો છો અથવા શોધ પટ્ટીમાં કુકી નામ લખીને પણ. કુકી વ્યવસ્થાપક વાપરવા માટે, કુકીઓ વિકલ્પોપસંદગીઓ માં કુકીઓ જુઓ બટન ક્લિક કરો.


યાદીમાંથી કુકી દૂર કરવા માટે, તેને પસંદ કરો અને કુકી દૂર કરો ક્લિક કરો. સાઈટની કુકીઓ દૂર કરવા માટે, સાઈટ પસંદ કરો અને કુકીઓ દૂર કરો પસંદ કરો. બધા કુકીઓને દૂર કરવા માટે, બધી કુકીઓ દૂર કરો ક્લિક કરો. (આ વિકલ્પોપસંદગીઓ વિન્ડોની ખાનગીકરણ પેનલના કુકીઓ ટેબ માંના કુકીઓ હમણાં સાફ કરો બટન પર ક્લિક કરવા જેવું જ છે.)


સાઈટ યાદી


આ સાઈટોની યાદી છે કે જે કુકીઓ તમારા કમ્પ્યૂટર પર સંગ્રહવા માટે ક્યાં તો માન્ય છે અથવા નથી. પરિસ્થિતિ સ્તંભમાં, તમે સાઈટ અટકાવાયેલ છે કે માન્ય થયેલ છે તે જોઈ શકો છો. આ વિન્ડો વાપરવા માટે અપવાદો બટનને કુકીઓ વિકલ્પોપસંદગીઓ માં વાપરો.


સાઈટને આ યાદીમાં ઉમેરવા માટે, ખાલી સાઈટનું ડોમેઈન નામ વેબ સાઈટનું સરનામું: લેબલવાળા ક્ષેત્રમાં દાખલ કરો. પછી સાઈટમાંથી કુકીઓનો અસ્વીકાર કરવા માટે અટકાવો ક્લિક કરો, અથવા સાઈટમાંથી કુકીઓને પરવાનગી આપવા માટે પરવાનગી આપો ક્લિક કરો.


સાઈટને આ યાદીમાંથી દૂર કરવા માટે, તેને પસંદ કરો અને સાઈટ દૂર કરો ક્લિક કરો. યાદીને સંપૂર્ણપણે દૂર કરવા માટે, બધી સાઈટો દૂર કરો ક્લિક કરો. આ કુકી નિયમો પુનઃસુયોજિત કરશે અને તમે દરેક કુકી માટે ફરીથી સંવાદ જોશો.

૨૨ માર્ચ ૨૦૦૫

Was this article helpful?

Please wait...

These fine people helped write this article:

Illustration of hands

Volunteer

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

Learn More